છેલ્લા શ્વાસ સુધી માનવી આશ રાખે છે,
દવામાં ને દુવામાં વિશ્વાસ રાખે છે.
ઉઘાડી આંખોના સંબંધ છે મિત્રો,
અહિંયા જરૂરતથી વધારે લાશને પણ કોણ રાખે છે ???
----------------$$-------------------------
થોડી ગેરસમજ થી સારું જીવાય છે, ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી, દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.
----------------$$-------------------------
તમને ગમતી કવિતા,સામાચાર,વાનગી તથા ગુજરાતી સાહિત્ય અને ગુજરાત ને લગતી દરેક બાબત તમે અમને મોકલશો તો એ પણ અહીં પ્રસ્તુત કરીશ. કવિતાઓ અને આ બ્લોગ વિષે આપના અભિપ્રાય આવકાર્ય છે. @ rahulvaja@yahoo.com
Thursday, December 13, 2007
Gujarati kavita
આ કોની મનોરમ દ્ધષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું ?
ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ.
આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે એમાં ય રમી લીધી હોળી ?
છંટાઈ ગયા ખુદ વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું
કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા
ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ?
શી હર્ષાની હેલી કે ધરતીનું કલેવર ભીંજાણું ?

આ રસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે ?
આનંદના ઉઘડ્યા દરવાજા ધરતીનું કલેવર ભીંજાણું

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?
હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?
તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?
હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?
તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
Gujarati kavita
આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ.
સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.
ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.
આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !
પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.
ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.
-મુકુલ ચોકસી.

Tuesday, November 27, 2007
Sunday, November 25, 2007
થોડો શાયરાના અંદાઝ
बहुत दिन हुए वो तूफ़ान नही आया,उस हसीं दोस्त का कोई पैगाम नही आया,सोचा में ही कलाम लिख देता हूँ,उसे अपना हाल- ए- दिल तमाम लिख देता हूँ,ज़माना हुआ मुस्कुराए हुए,आपका हाल सुने... अपना हाल सुनाए हुए,आज आपकी याद आई तो सोचा आवाज़ दे दूं,अपने दोस्त की सलामती की कुछ ख़बर तो ले ल
તેજીની કવિતા - કવિ દલપતરામ
સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાંવાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાંનોકરીઆ તે નોકરી છોડવાંકીધા રીપોટ સરકારમાં રે...જન સૌ જાય...
મેતાજીઓએ મેલી નિશાળોવળગીઆ એ વેપારમાં રે... જન સૌ જાય...
હોંશથી જઇને નાણાં હજારનોલાભ લે વાર લગારમાં રે ... જન સૌ જાય...
ધમધોકારથી શેરનો ધંધોઉછળ્યો વર્ણ અઢારમાં રે... જન સૌ જાય...
મોચી, ઘાંછી ને માલી હાલીમાંસાલવી, સઇ સુતારમાં રે... જન સૌ જાય...
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખેવસાંણુ ન ભરે વખારમાં રે... જન સૌ જાય...
જેમ તેમ કરીને નાણું જમાવવુંસમજ્યા એટલું સારમાં રે... જન સૌ જાય...
પોતાના કામનો કશો વિચાર પણન રહ્યો કોઇ નરનારમાં રે... જન સૌ જાય...
ચાલતાને જોઇ જોઇને ચાલેજેમ લશ્કરની લારમાં રે... જન સૌ જાય...
બેંક્વાલા શેર સાટે બહુ ધનઆપવા લાગ્યા ઊધારમાં રે... જન સૌ જાય...
કરજ કરી એવો ધંધો કરતાંપહોંચ્યા હદથી પારમાં રે... જન સૌ જાય...
દલપતરામ કહે એવું દેખીકોપ ઉપજ્યો કરતારમાં રે... જન સૌ જાય...
================================================
બાગમાં ક્યાં હવે ફરે છે સનમવૅબસાઈટ ઉપર મળે છે
સનમફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારોઅન્ય ઉપમા તો ક્યાં જડે છે
સનમમૅમરીમાં ય હું સચવાયો નહીંતું મને સૅઈવ ક્યાં કરે છે
સનમડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળડૉટ થઈને તું ઝળહળે છે
સનમઆ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપરસ્પર્શની કી જ ક્યાં મળે છે
સનમશી ખબર કઈ રીતે ડીકોડ કરુંસિલિકોન ચિપ કશું કહે છે
સનમક્યાં છે રોમાંચ તારા અક્ષરનોફક્ત ઈ-મેઈલ મોકલે છે
સનમદિલની ધડકન છે સૉફ્ટવૅર હવેએને ગ્રૅફિકમાં ચીતરે છે
સનમલાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છેઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે
સનમ

જોડકણુ
એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડોબંન્ને બથ્થંબથ્થા બાઝી,
કરતા મોટો ઝગડોતગડો તાળી પાડે, ને નાચે તાતાથૈચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ,
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટીઆઢડાને ધક્કો મારી,
નવડો કહેતો ખસએકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ.....

વાર નથી લાગતી
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી
લાગતીકિનારે આવી ડૂબી જતાં વાર નથી
લાગતીજીતનો જલસો માનવાની ઉતાવળ ન કરજીતેલી બાજી હારી જવામાં વાર નથી
લાગતીતારી ઊંચાઇનું નાહક અભિમાન ન કરકે મિનારોને તૂટી જવામાં વાર નથી
લાગતીબાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કરકે માળાને પીંખાઇ જતાં વાર નથી
લાગતીમાણી લે હર એક પળ તું આજેઆંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી

તમે યાદ આવ્યાં
જીવી શકું હું કઈ રઈ રીતે તમને સ્મર્યા વગર,પાંપણ કદી ય રહી શકે મટકું ભર્યા વગર?
મંઝીલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે,પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર.
દિલનાં દર્દોને પીનારો શું જાણે,પ્રેમ ના રિવાજોને જમાનો શું જાણે;
છે કેટલી તકલીફ કબરમાં,તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!
----------------------------------------------------------------
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં

Wednesday, November 21, 2007
ભાખરવડી Vaanagee - વાનગી
સામગ્રી :
મેંદો - ૧ કપ, ચણાનો લોટ - પોણો કપ, હળદર - પા ચમચી, મરચું - ૧ ચમચી, મીઠું - સ્વાદ મુજબ, તેલ - તળવા માટે, પૂરણ માટે, ખસખસ - પા કપ, તલ - પા કપ, કોપરાનું છીણ - અડધો કપ, આદુંની પેસ્ટ - ૧ ચમચો, સમારેલાં લીલાં મરચાં - ૩ નંગ, ધાણા પાઉડર - અડધો ચમચો, જીરા પાઉડર - અડધો ચમચો, મરચું - ૨ ચમચી, હળદર - અડધી ચમચી, હિંગ - પા ચમચી, સમારેલી કોથમીર - ૨ ચમચા, મીઠું - સ્વાદ પ્રમાણે
રીત :
એક બાઉલમાં મેંદો, ચણાનો લોટ અને મીઠું ભેગાં કરો. તેમાં હળદર, મરચું અને તેલ ઉમેરો. જરૂર પૂરતું પાણી લઈ કઠણ કણક બાંધો. આ કણકને ભીનાં કપડાથી ઢાંકીને એક તરફ રહેવા દો. ખસખસ અને તલને જુદા જુદા શેકી લો. કોપરાના છીણને પણ શેકી લો. હવે બીજા બાઉલમાં વાટેલું આદું, સમારેલાં લીલાં મરચાં, ધાણા પાઉડર, જીરા પાઉડર, મરચું, હળદર મિકસ કરો. શેકેલો મસાલો ઉમેરીને બરાબર ભેળવો. હિંગ, સમારેલી કોથમીર અને મીઠું પણ મિકસ કરો. કણકમાંથી એકસરખા આઠ ભાગ કરો. તેની એકદમ પાતળી રોટલી વણો. તેની સપાટી પર સહેજ પાણી લગાવી, પૂરણનો એકસરખો થર પાથરો. તેનો રોલ વાળી દો. આ રોલને ચાળણીમાં મૂકી વરાળથી વીસ મિનિટ સુધી બફાવા દો. પછી સહેજ ઠંડા પડે એટલે અડધા ઈંચના ટુકડા કરો. આને તમે ઈરછો તો બાફયા વિના પણ ટુકડા કરી શકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભાખરવડીને કરકરી અને આછા બ્રાઉન રંગની તળી લો. એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. ઠંડી અથવા ગરમ સર્વ કરો.

ભરેલાં ભીંડાનું શાક ( Vaanagee - વાનગી )
સામગ્રી :
૩૦૦ ગ્રામ ભીંડા, ૩ નંગ નાની ડુંગળી (ઝીણી સમારેલી), હળદર સ્વાદ મુજબ, લાલ મરચું સ્વાદમુજબ, તલ, ૧ ચમચી આમચૂરનો ભૂકો, ૧ ચમચી ખાંડ, ૩ ચમચાં તેલ, અડધો કપ ચણાનો લોટ, પા કપ શીંગદાણાનો ભૂકો, મીઠું સ્વાદમુજબ.
રીત :
સૌ પ્રથમ ભીંડામાં મસાલો ભરી શકાય તે રીતે સમારો. ચણાનો લોટ, હળદર, મરચું, મીઠું, આમચૂરનો ભૂકો, શીંગદાણાનો ભૂકો,ખાંડ અને તલ આ બધુ મિકસ કરી ૧ ચમચો તેલ નાખી મસાલો તૈયાર કરો. આ મસાલાને ભીંડામાં ભરો. હવે એક ચોરસ બાઉલમાં તેલ મૂકી તેમાં ડુંગળી ઉમેરી ૭ મિનિટ માટે લો પાવર લેવલ પર માઇક્રો કરો અને તેમાં ભરેલાં ભીંડા નાખી ફરી ૧૦ મિનિટ માઇક્રો કરો. ભરેલાં ભીંડાનું શાક રોટલી સાથે ગરમ ગરમ પીરસો.

પિઝા બનાવો ઘર બેઠા - Pizaa (Vaanagee - વાનગી)
સામગ્રી :
મેંદો - ૪ કપ, ઓલિવ ઓઈલ - ૨ ચમચા, મીઠું - ૧ ચમચી, ખાંડ - ૧ ચમચી, યીસ્ટ - ૧૦ ગ્રામ
સોસ માટે :ટામેટાં - ૧૦-૧૨ નંગ, ડુંગળી - ૨ નંગ, લસણ - ૬ કળી, તુલસીનાં પાન - ૮-૧૦, ઓલિવ ઓઈલ - ૨ ચમચા, ટોમેટો પ્યોરી - ૨ કપ, ઓરેગાનો (સૂકો) - અડધી ચમચી, ખાંડ - ૧ ચમચી, સફેદ મરીનો પાઉડર - સ્વાદ મુજબ
ટોપિંગ્ઝ માટે :લાલ કેપ્સિકમ - અડધું નંગ (મોટું), પીળું કેપ્સિકમ - અડધું નંગ (મોટું), બટન મશરૂમ - ૪-૫ નંગ, ડુંગળી - ૩-૪ નંગ, મોઝેરેલા ચીઝ (છીણેલું) - ૨ કપ
રીત :
મેંદામાં મીઠું નાખી ચાળી લો. તેમાં બરાબર વચમાં ખાડો કરો. નવશેકા પાણીમાં થોડી ખાંડ સાથે યીસ્ટ ઘોળી મેંદામાં સારી રીતે મિકસ કરો. પછી જરૂર પ્રમાણે પાણી લઈ કણક બાંધો. તેને એક કલાક સુધી રહેવા દો. કણકને ફરીથી કૂણવી અને તેમાં ઓલિવ ઓઈલ ભેળવો. પછી તેના ચાર સરખા ભાગ કરો. દરેકને ભીના કપડામાં વીંટાળી એક તરફ રહેવા દો, જેથી તે બરાબર ફૂલી જશે. ટામેટાંને એકદમ બારીક સમારો. બે ડુંગળીમાંથી થોડી ડુંગળી બારીક સમારો અને થોડી ડુંગળીની સ્લાઈસ કરો. લસણ છોલીને સમારી લો. તુલસીનાં પાન ધોઈને કોરા કરો. કેપ્સિકમ બારીક સમારો. બટન મશરૂમને ધોઈને પછી સ્લાઈસ કરો. સોસ બનાવવા માટે ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ડુંગળીની સ્લાઈસ અને લસણ એકાદ મિનિટ સુધી સાંતળો. તેમાં તુલસીનાં પાન તથા ટામેટાં ભેળવી એક-બે મિનિટ માટે સાંતળો. તેમાં ટોમેટો પ્યોરી મિકસ કરો. પછી સૂકો ઓરેગાનો, મીઠું, સફેદ મરીનો પાઉડર અને ખાંડ નાખીને હલાવો.
લૂઆમાંથી એક સે.મી. જેટલી જાડાઈના પિઝા બેઝ વણો. ઓવનને ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરો. બેકિંગ ટ્રેમાં આ પિઝા બેઝને ગોઠવો. તેના પર થોડો ટોમેટો સોસ પાથરી, પછી ચીઝનો પાતળો થર કરો. સમારેલાં કેપ્સિકમ ગોઠવીને તેના પર મીઠું અને મરીનો પાઉડર ભભરાવો. ફરી ચીઝનો થર કરી થોડું ઓલિવ-ઓઈલ અને ઓરેગાનો ભભરાવો. હવે તેને પચીસ મિનિટ સુધી બેક થવા દો. ઓવનમાંથી બહાર કાઢયા બાદ પિઝા પર થોડું ઓલિવ-ઓઈલ લગાવો. પેસ્ટ્રી કટર કે પિઝા કટરથી તેના પીસ કરીને ગરમ સર્વ કરો. જો લાલ અને પીળા કેપ્સિકમ ન મળે તો લીલાં કેપ્સિકમનો ઉપયોગ કરી શકાય.

Sony Ericsson W810i Walkman Phone Links
Sony Ericsson W810i Walkman Phone forum : "Sony Ericsson W810i "
Free softwares
http://gallery.mobile9.com/c/sony-ericsson-w810w810i-themes/1/?st=3
Download softwares and many more things like games, wallpapaer, ringtone and other
http://www.mobango.com/

Tuesday, November 20, 2007
સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય…
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય…
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…
મોચી, ઘાંછી ને માલી હાલીમાં
સાલવી, સઇ સુતારમાં રે… જન સૌ જાય…
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખે
વસાંણુ ન ભરે વખારમાં રે… જન સૌ જાય…
જેમ તેમ કરીને નાણું જમાવવું
સમજ્યા એટલું સારમાં રે… જન સૌ જાય…
પોતાના કામનો કશો વિચાર પણ
ન રહ્યો કોઇ નરનારમાં રે… જન સૌ જાય…
ચાલતાને જોઇ જોઇને ચાલે
જેમ લશ્કરની લારમાં રે… જન સૌ જાય…
બેંક્વાલા શેર સાટે બહુ ધન
આપવા લાગ્યા ઊધારમાં રે… જન સૌ જાય…
કરજ કરી એવો ધંધો કરતાં
પહોંચ્યા હદથી પારમાં રે… જન સૌ જાય…
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…
-દલપતરામ કવિ

શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.

જોયા બે જૂના જોગી રે, કહે સૈયર તે કોણ હશે ?
નથી નિર્બળ કે કાંઈ રોગી રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
અબઘડી થાતા નથી અળગા રે, કહે સૈયર તે કોણ હશે ?
એમ એકબીજાને વળગ્યા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
મન ધારી પરસ્પર માયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બંનેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
એક સ્થિર રહે એક દોડે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ જણાય જોડેજોડે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
મણિઓની પહેરી માળા રે, કહે સૈયર તે કોણ હશે ?
દીસે છે રુડારૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
વળી વસ્ત્ર ધર્યાં વાદળિયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બે ગોળ ધર્યા માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
વસ્તીમાં વળી વદડામાં રે, કહે સૈયર તે કોણ હશે ?
ગિરિરાજ તણી ગુફામાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
છે પવન-પાવડી પાસે રે, કહે સૈયર તે કોણ હશે ?
અંતરિક્ષે પણ એ ભાસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
પાતાળે પણ તે પેસે રે, કહે સૈયર તે કોણ હશે ?
જઈ સ્વર્ગ નરકમાં બેસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
એની ઉમ્મર કંઈક ગણે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ ભૂલી ફરી ગણે છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
કંઇ ઉપજે અને ખપે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ એ તો એના એ છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
કોણ જાણે જનમ્યા ક્યારે રે, કહે સૈયર તે કોણ હશે ?
ક્યાં સુધી કાયા ધારે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
એનો આદિ અંત ન આવે રે, કહે સૈયર તે કોણ હશે ?
સખી કોણ મુજને સમજાવે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
અચરજ સરખું આ ઠામે રે, કહે સૈયર તે કોણ હશે ?
દિલે દીઠું દલપતરામે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.
કવિ દલપતરામ

દૂર મૃગજળ સમ ભલે સરતી રહે,
પણ સદા દ્રષ્ટિ તું ભીંજવતી રહે.
છોડ નશ્વર યાદ, ઘર, ગલીઓ, નગર…
શબ્દના રસ્તે મને મળતી રહે.
હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.
તું પ્રણયની હો પરી, શમણું હતું,
આદમીને પણ કદી અડતી રહે.
છું સમયની છીપમાં રેતી સમો,
સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.
હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.
લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.
-વિવેક મનહર ટેલર
પણ સદા દ્રષ્ટિ તું ભીંજવતી રહે.
છોડ નશ્વર યાદ, ઘર, ગલીઓ, નગર…
શબ્દના રસ્તે મને મળતી રહે.
હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.
તું પ્રણયની હો પરી, શમણું હતું,
આદમીને પણ કદી અડતી રહે.
છું સમયની છીપમાં રેતી સમો,
સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.
હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.
લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.
-વિવેક મનહર ટેલર
શોધીએ છીએ
ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક અમૃત વલોવી જહર શોધીએ છીએ.
કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.
ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
દીવો લઇ કદી પેલી નિંદરને શોધીએ છીએ.
વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,
હવે એમનાં દિલમાં મધુરપ શોધીએ છીએ.
કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.
સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?
કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.
સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?
ક્યારેક અમૃત વલોવી જહર શોધીએ છીએ.
કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.
ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
દીવો લઇ કદી પેલી નિંદરને શોધીએ છીએ.
વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,
હવે એમનાં દિલમાં મધુરપ શોધીએ છીએ.
કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.
સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?
કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.
સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?
એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
- રઇશ મણીયાર

દિલ તમોને આપતાં આપી દિધું
પામતાં પાછું અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું.
- મનહર મોદી
--------------------------------------------
અશ્રુની વાત ટૂંકમાં કેવી રીતે કહું ?
એ દોસ્ત, એ તો ખારા સમંદરની વાત છે….
- નેહા ત્રિપાઠી
---------------------------------------------
દુઃખમાં રડી લેવાની પણ
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.
બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.
એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.
દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ‘મક્કુ’,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે……………….
–ભાવેશ ‘મક્કુ’

તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.
આ ટ્રેનને ય અંતે તું જો ! થોભવું પડશે,
સ્ટેશન બનીને સાચી રજૂઆત કરી જો.
પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.
બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
તું બહેરી દિવાલોને રજૂઆત કરી જો.
પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ,
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.
આ ટ્રેનને ય અંતે તું જો ! થોભવું પડશે,
સ્ટેશન બનીને સાચી રજૂઆત કરી જો.
પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.
બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
તું બહેરી દિવાલોને રજૂઆત કરી જો.
પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ,
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.
કહેવતો
* કોણે કહ્યું હતું કે,’ બેટા, બાવળિયે ચડજો?’
-->મૂર્ખ છોકરો બાવળિયે ચડી જાય છે અને તેને કાંટા વાગે છે ત્યારે તેે ‘બાપા, બાપા’ કહી બૂમ પાડે છે અને તેનો બાપ આ પ્રમાણે વાક્ય બોલે છે.
* દુકાળમાં અધિક માસ.
-->ગરીબ અથવા કમનશીબ માણસને દુ:ખો જ આવી પડે અથવા હાનિ જ થાય.
* ગાંડી માથે બેડું.
-->કદાચ સહીસલામત ઘેર આવે પણ ખરું અને રસ્તામાં ફોડી પણ નાખે. એટલેકે ઠેકાણા વગરની વાત.
* અબી બોલા અબી ફોક.
* ગાડાનું પૈડું ફરે તેમ બોલીને ફરે.
* ડાહી સાસરે ન જાય ગાંડીને શિખામણ આપે
* અધૂરો ઘડો છલકાય.
* ભરમ ભારી અને ખિસ્સાં ખાલી.
* ખાદી પહેરવાથી ગાંધી ન બનાય..
* તમાચો રાખીને મો લાલ રાખવું.
* સંગ તેવો રંગ.
માં તે માં બાકી બધા વગડા ના વા…
* વાન ન આવે પણ સાન આવે.
* બગાસુ ખાતા પતાસુ પડ્યું
(વિના પ્રયત્ને મોટી સફળતા મળી જવી)
* મજબુરી કા નામ મહાત્મ ગાંધી
* ટ્યુબલઇટ થવી
* ભરમ ભારીને ખિસ્સા ખાલી
* વાંસના કજિયામાં વન બળે
* રાજા વાજા અને વાંદરા ઞણે સરખા
-- વધુ કહેવતો ને આવકાર છે

રામાયણનો સંદેશ
મહર્ષિ વાલ્મિકી રામને એક આદર્શ માનવ ચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઇ એવા માનવના જીવન વિષે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે.
રામ, શ્રવણ - પિતૃઆજ્ઞા માટે પોતાનો નીજી સ્વાર્થ છોડી દેવો.
રામ, ભરત- ભાઇઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યાસુખ કરતા વધુ મહત્વ ધરાવે છે.
સીતા - પતિ વગર રાજ્યમાં રહેવુ તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવુ વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડે પગે મદદ કરવી
લક્ષ્મણ - તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઇની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવી.
હનુમાન - પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધરી દેવી.
સુગ્રીવ - મિત્રતા.
વાલી, રાવણ - શક્તિનુ અભિમાન ન રાખવું અને પરસ્ત્રી ને પવિત્ર રીતે જોવુ.
વાનરો - જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણ ને પણ મારી શકીએ.

આ શ્હેર... - રમેશ પારેખ
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં
ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં
સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં
દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
- રમેશ પારેખ

સૌરભ
અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે;
આંખ સામે ઊગતો દિન રાખીએ,
જે મળી સૌરભ જીવનમાં ચાખીએ;
કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ
રંગ અંગોમાં નવા ઘૂંટી જશે.
by - મકરન્દ દવે
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે;
આંખ સામે ઊગતો દિન રાખીએ,
જે મળી સૌરભ જીવનમાં ચાખીએ;
કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ
રંગ અંગોમાં નવા ઘૂંટી જશે.
by - મકરન્દ દવે
સમજો નહીં કે
સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.
નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.
તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.
ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.
રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.
શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.
'બેફામ', મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.
- બરકત વીરાણી 'બેફામ'

Monday, November 19, 2007
આવકારો મીઠો આપજે
આવકારો મીઠો આપજે
તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો...આપજે રે જી...
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું...
કાપજે રે જી...
માનવીની પાસે કોઈ... માનવી ન આવે...રે...,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
કેમ તમે આવ્યા છો ? ...એમ નવ કે'જે રે...,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
વાતું એની સાંભળીને... આડું નવ જોજે... રે...,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
'કાગ' એને પાણી પાજે.. સાથે બેસી ખાજે...રે....,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો...