Tuesday, November 20, 2007

કહેવતો

* કોણે કહ્યું હતું કે,’ બેટા, બાવળિયે ચડજો?’
-->મૂર્ખ છોકરો બાવળિયે ચડી જાય છે અને તેને કાંટા વાગે છે ત્યારે તેે ‘બાપા, બાપા’ કહી બૂમ પાડે છે અને તેનો બાપ આ પ્રમાણે વાક્ય બોલે છે.
* દુકાળમાં અધિક માસ.
-->ગરીબ અથવા કમનશીબ માણસને દુ:ખો જ આવી પડે અથવા હાનિ જ થાય.
* ગાંડી માથે બેડું.
-->કદાચ સહીસલામત ઘેર આવે પણ ખરું અને રસ્તામાં ફોડી પણ નાખે. એટલેકે ઠેકાણા વગરની વાત.
* અબી બોલા અબી ફોક.
* ગાડાનું પૈડું ફરે તેમ બોલીને ફરે.
* ડાહી સાસરે ન જાય ગાંડીને શિખામણ આપે
* અધૂરો ઘડો છલકાય.
* ભરમ ભારી અને ખિસ્સાં ખાલી.
* ખાદી પહેરવાથી ગાંધી ન બનાય..
* તમાચો રાખીને મો લાલ રાખવું.
* સંગ તેવો રંગ.
માં તે માં બાકી બધા વગડા ના વા…
* વાન ન આવે પણ સાન આવે.
* બગાસુ ખાતા પતાસુ પડ્યું
(વિના પ્રયત્ને મોટી સફળતા મળી જવી)
* મજબુરી કા નામ મહાત્મ ગાંધી
* ટ્યુબલઇટ થવી
* ભરમ ભારીને ખિસ્સા ખાલી
* વાંસના કજિયામાં વન બળે
* રાજા વાજા અને વાંદરા ઞણે સરખા
-- વધુ કહેવતો ને આવકાર છે

No comments:

Post a Comment