Sunday, November 25, 2007

તેજીની કવિતા - કવિ દલપતરામ

સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાંવાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાંનોકરીઆ તે નોકરી છોડવાંકીધા રીપોટ સરકારમાં રે...જન સૌ જાય...
મેતાજીઓએ મેલી નિશાળોવળગીઆ એ વેપારમાં રે... જન સૌ જાય...
હોંશથી જઇને નાણાં હજારનોલાભ લે વાર લગારમાં રે ... જન સૌ જાય...
ધમધોકારથી શેરનો ધંધોઉછળ્યો વર્ણ અઢારમાં રે... જન સૌ જાય...
મોચી, ઘાંછી ને માલી હાલીમાંસાલવી, સઇ સુતારમાં રે... જન સૌ જાય...
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખેવસાંણુ ન ભરે વખારમાં રે... જન સૌ જાય...
જેમ તેમ કરીને નાણું જમાવવુંસમજ્યા એટલું સારમાં રે... જન સૌ જાય...
પોતાના કામનો કશો વિચાર પણન રહ્યો કોઇ નરનારમાં રે... જન સૌ જાય...
ચાલતાને જોઇ જોઇને ચાલેજેમ લશ્કરની લારમાં રે... જન સૌ જાય...
બેંક્વાલા શેર સાટે બહુ ધનઆપવા લાગ્યા ઊધારમાં રે... જન સૌ જાય...
કરજ કરી એવો ધંધો કરતાંપહોંચ્યા હદથી પારમાં રે... જન સૌ જાય...
દલપતરામ કહે એવું દેખીકોપ ઉપજ્યો કરતારમાં રે... જન સૌ જાય...
================================================
બાગમાં ક્યાં હવે ફરે છે સનમવૅબસાઈટ ઉપર મળે છે
સનમફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારોઅન્ય ઉપમા તો ક્યાં જડે છે
સનમમૅમરીમાં ય હું સચવાયો નહીંતું મને સૅઈવ ક્યાં કરે છે
સનમડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળડૉટ થઈને તું ઝળહળે છે
સનમઆ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપરસ્પર્શની કી જ ક્યાં મળે છે
સનમશી ખબર કઈ રીતે ડીકોડ કરુંસિલિકોન ચિપ કશું કહે છે
સનમક્યાં છે રોમાંચ તારા અક્ષરનોફક્ત ઈ-મેઈલ મોકલે છે
સનમદિલની ધડકન છે સૉફ્ટવૅર હવેએને ગ્રૅફિકમાં ચીતરે છે
સનમલાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છેઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે
સનમ

No comments:

Post a Comment