Wednesday, November 21, 2007

ભાખરવડી Vaanagee - વાનગી

સામગ્રી :
મેંદો - ૧ કપ, ચણાનો લોટ - પોણો કપ, હળદર - પા ચમચી, મરચું - ૧ ચમચી, મીઠું - સ્વાદ મુજબ, તેલ - તળવા માટે, પૂરણ માટે, ખસખસ - પા કપ, તલ - પા કપ, કોપરાનું છીણ - અડધો કપ, આદુંની પેસ્ટ - ૧ ચમચો, સમારેલાં લીલાં મરચાં - ૩ નંગ, ધાણા પાઉડર - અડધો ચમચો, જીરા પાઉડર - અડધો ચમચો, મરચું - ૨ ચમચી, હળદર - અડધી ચમચી, હિંગ - પા ચમચી, સમારેલી કોથમીર - ૨ ચમચા, મીઠું - સ્વાદ પ્રમાણે
રીત :
એક બાઉલમાં મેંદો, ચણાનો લોટ અને મીઠું ભેગાં કરો. તેમાં હળદર, મરચું અને તેલ ઉમેરો. જરૂર પૂરતું પાણી લઈ કઠણ કણક બાંધો. આ કણકને ભીનાં કપડાથી ઢાંકીને એક તરફ રહેવા દો. ખસખસ અને તલને જુદા જુદા શેકી લો. કોપરાના છીણને પણ શેકી લો. હવે બીજા બાઉલમાં વાટેલું આદું, સમારેલાં લીલાં મરચાં, ધાણા પાઉડર, જીરા પાઉડર, મરચું, હળદર મિકસ કરો. શેકેલો મસાલો ઉમેરીને બરાબર ભેળવો. હિંગ, સમારેલી કોથમીર અને મીઠું પણ મિકસ કરો. કણકમાંથી એકસરખા આઠ ભાગ કરો. તેની એકદમ પાતળી રોટલી વણો. તેની સપાટી પર સહેજ પાણી લગાવી, પૂરણનો એકસરખો થર પાથરો. તેનો રોલ વાળી દો. આ રોલને ચાળણીમાં મૂકી વરાળથી વીસ મિનિટ સુધી બફાવા દો. પછી સહેજ ઠંડા પડે એટલે અડધા ઈંચના ટુકડા કરો. આને તમે ઈરછો તો બાફયા વિના પણ ટુકડા કરી શકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભાખરવડીને કરકરી અને આછા બ્રાઉન રંગની તળી લો. એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. ઠંડી અથવા ગરમ સર્વ કરો.

No comments: