Wednesday, November 21, 2007

ભરેલાં ભીંડાનું શાક ( Vaanagee - વાનગી )

સામગ્રી :
૩૦૦ ગ્રામ ભીંડા, ૩ નંગ નાની ડુંગળી (ઝીણી સમારેલી), હળદર સ્વાદ મુજબ, લાલ મરચું સ્વાદમુજબ, તલ, ૧ ચમચી આમચૂરનો ભૂકો, ૧ ચમચી ખાંડ, ૩ ચમચાં તેલ, અડધો કપ ચણાનો લોટ, પા કપ શીંગદાણાનો ભૂકો, મીઠું સ્વાદમુજબ.
રીત :
સૌ પ્રથમ ભીંડામાં મસાલો ભરી શકાય તે રીતે સમારો. ચણાનો લોટ, હળદર, મરચું, મીઠું, આમચૂરનો ભૂકો, શીંગદાણાનો ભૂકો,ખાંડ અને તલ આ બધુ મિકસ કરી ૧ ચમચો તેલ નાખી મસાલો તૈયાર કરો. આ મસાલાને ભીંડામાં ભરો. હવે એક ચોરસ બાઉલમાં તેલ મૂકી તેમાં ડુંગળી ઉમેરી ૭ મિનિટ માટે લો પાવર લેવલ પર માઇક્રો કરો અને તેમાં ભરેલાં ભીંડા નાખી ફરી ૧૦ મિનિટ માઇક્રો કરો. ભરેલાં ભીંડાનું શાક રોટલી સાથે ગરમ ગરમ પીરસો.

No comments: