સાસ ત્યાં સુધી શોષ. જીવે ત્યાં સુધી જંજાળ. દમ ત્યાં લગી દવા.
સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય’
સાહસ વિના સિદ્ધિ નથી.
સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.
સો વાત ની એક વાત.
સોટી વાગે ચમચમ (સમસમ) વિદ્યા આવે ઘમગમ
હાથ કંગન કો આરસી ક્યા પઢે લીખે કો ફારસી ક્યા.
હાથના કર્યાં હૈયે વાગ્યાં
હું ને મારો ઉનીયો કાકાનો ચુનીયો
વડને જોઇ વેલો વધે .
વા વાત લઇ જાય. માઠા ખબર વીજળીવેગે જાય.
વાલ કહે હું મોટો દાણો, ઘણાં લાકડાં બાળુ, ચાર દિવસ મને સેવો તો સભામાં બેસતો ટાળુ, મગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ.
વાર્યાં ના વરે, હાર્યાં વરે.
વાગ્યું તો તીર નહિતર ટપ્પો.
વારા ફરથી વારો અને મારા પછી તારો.
વખાણેલી ખીચડી દાઢે વાળગી.
વિદ્યા વિનય થી શોભે છે.
વાંદરા ને સીડી ના અપાય.
વર મરો કે વરનો બાપ મરો પણ ગોરનુ તરભાણુ ભરો
વાણીયો, કાણીયો અને સ્વામિનારાયણીયો, ત્રણે થી ચેતતા રહેવું
વાડ જ ચીભડા ગળે ત્યાં કોને ફરીયાદ કરવી?
રહે તો આપથી ને જાય તો સગા બાપથી.
રામ રાખે તેમ રહીએ
રોટલો મળે પણ ઓટલો ન મળે.
રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી સુખમાં રહે શરીર.
રામ રાખે તેને કોણ ચાખે.
રતુંબડી યાદ લહેરાય ને, સ્પર્શની સુવાસ સમેટાય, નિરાંતવી સ્મ્રુતિ ઉભરાય ને, કોરી-ભીની આંખે અંજાય.
મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં.
મુસાભાઇના વા ને પાણી.
મા તે મા બીજા બધા વગડાના વા.
મીઠા ઝાડનાં મુળ ન ખવાય.
મન હોયતો માળવે જવાય.
મોરના ઇંડા ચીતરવા ન પડે.
મૂછનો દોરો ફૂટવો. (યુવાનીમાં પ્રવેશ કરવો, પૌરૂષભર્યુ કામ કરવાની ઉંમરે પગ મૂકવો)
મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
મોસાળ માં જમણ ને મા પીરસનાર. (Kvj)
માંગ્યા વિના તો મા એ ના પિરસે